સરખેજ બાકરોલ રોડ પર એક ફેક્ટરીમાં આગથી 3 પશુનાં મોત, ફાયર વિભાગે અંગાર કોલ જાહેર કર્યો

અમદાવાદમાં સરખેજ-બાકરોલ રોડ ઉપર નરીમાનપુરા ગામ નજીક આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. જેમાં ફાયરબ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફેક્ટરીમાં બાંધેલા છમાંથી ત્રણ જેટલા બકરાના સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણ બકરાને ફાયર ટીમે બચાવી લીધા હતા.
AMC ફાયર વિભાગમાંથી મળતી વિગત મુજબ સવારે ચાર વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે સરખેજ – ધોળકા તરફ જતા રોડ ઉપર નરીમનપૂરા ગામમે ગોપાલ કાંટા ની પાછળ ન્યૂ મીરા કિંગ ફાયર વિકર્સમાં આગ લાગી છે, જેથી આસપાસના વિસ્તાર ના તમામ ફાયર વિભાગની ઘટના સ્થળે દોડી આવી હતી. આગ ભીષણ હોવાથી ફાયર વિભાગની અધિકારીઓએ અંગાર કોલ જાહેર કર્યો હતો. જો કે ઘટનામાં 3 બકરા બળી જતા મોત થયું હતું હાલ સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યા છે પણ હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

Social