અમદાવાદના રાયપુર દરવાજા પાસે બેંકમાં આગ લાગી, સનાથલ પાસે ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં આગ ભભૂકી

           અમદાવાદ શહેરમાં આજે બે આગના બનાવ જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 1 આગની ઘટના બની છે. જો કે આગની ઘટનામાં ૩ પશુના મોત થયા હતા. અમદાવાદના રાયપુર દરવાજા પાસે આવેલી બેંકમાં,સનાથલ પાસે ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં તેમજ  સરખેજથી ધોળકા તરફ જતાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે.  

            પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના રાયપુર દરવાજા પાસે આવેલી બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી. માર્ચ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી બેંક કર્મચારીઓ કામગીરી  માટે બેંકમાં આવ્યા હતા તે દરમ્યાન AC ચાલુ કરતાં જ ધડાકો થયો હતો અને એકાએક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ બેંકનો સ્ટાફ તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. જોતાં જોતમાં આગ આખી બેંકમાં ફેલાઈ ગઈ હતી.
           આગની જાણ ફાયર વિભાગને કરાઇ હતી, આગની ઘટનામાં 12નંગ કોમ્પુટર પ્રિન્ટર બેન્કના દસ્તાવેજ ફર્નિચર વગેરે આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગની 2 ગાડીઓ બનાવ સ્થળે પહોચીને આગ પર પાણીનો મારો ચલાવી રૂ.13 લાખ રોકડ આગમાંથી બચાવી મેનેજર બ્રિજ બિહારીને સોંપયા હોવાની માહિતી સામે આવી હતી. જોકે, આગના બનાવમાં અંદાજે 25 લાખનું નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહત અનુભવી હતી.

આજે અમદાવાદમાં આગની 3 ઘટના બની
પ્રથમ આગની ઘટના સરખેજ-બાકરોલ રોડ ઉપર નરીમાનપુરા ગામ નજીક આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. જેમાં ફાયરબ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફેક્ટરીમાં બાંધેલા છમાંથી ત્રણ જેટલા બકરાના સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણ બકરાને ફાયર ટીમે બચાવી લીધા હતા.
બીજી આગની ઘટના અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સનાથલ પાસે પટેલ ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં આગ લાગી હતી જો કે લોકોએ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં 2 ગાડીઓ બનાવની જગ્યાએ પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ત્રીજી આગ અમદાવાદ શહેરના રાયપુર દરવાજા પાસે બેંકમાં આગ લાગી હતી. આમ દિવસ દરમ્યાન આગ લાગવાના ત્રણ બનાવ બન્યા છે.

Social