સાણંદમાં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર ક્ષત્રિય સમાજે રેલી કાઢી આવેદન આપ્યું : ૪૫ લોકોને ડિટેન કરતી સાણંદ પોલીસ
સાણંદ રાજપૂત કરણી સેના, સાણંદ રાજપૂત વિકાસ ટ્રસ્ટ, ક્ષત્રિય યુવક સંઘની આગેવાનીમાં પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે સોમવારે સાણંદમાં ૩૦૦ થી વધારે રાજપૂત આગેવાનો દ્વારા વિશાળ રેલી તેમજ આવેદન આપવામાં આવ્યું હતું. સમગ્ર વિગતો એવી છે કે સાણંદ શહેરમાં સવારે ૧૦ કલાકે ક્ષત્રિય આગેવાનો યુવાઓ , વડીલો ,મહિલાઓ સહીત એકલિંગજી રોડ ઉપર આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા નજીક ૩૦૦ થી વધારે લોકો એકત્રિત થતા જય ભવાનીના નાદ ગુંજી ઉઠ્યા હતા. અને એકસૂત્રે ” ભાજપ સે બેર નહિ , રૂપાલા તેરી ખેર નહિ “, હમસે જો ટકરાયેગા , મિટટીમે મિલ જાયેગા ” જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે મહેસુલ ભવન જવા રવાના થયા હતા , રેલી નીકળી ત્યાંજ પોલીસે ૪૫ લોકોને ડિટેઇન કરતા લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા. સમગ્ર આયોજનમાં કરણી સેના પ્રમુખ જયપાલસિંહ ઝાલા , રાજપૂત વિકાસ ટ્ર્સ્ટ પ્રમુખ અનિલસિંહ વાઘેલા ગોધાવી , ક્ષત્રિય યુવક સંઘ પ્રમુખ દીવાનસિંહ વાઘેલા કાણેટી, જીતુભા રેથલ , હકુભા લેખમ્બા , ભગીરથસિંહ વિંછીયા,હિતેન્દ્રસિંહ ગોહિલ સહીત આગેવાનો ઉપસ્થિત હતા .અગ્રણીઓ દ્વારા ચીમકી ઊચારવામાં આવી કે જો પુરુષોત્તમ રૂપાલા ને હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે

