અમદાવાદના ગોતામાં રાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગને ફાયરની 26 ગાડીએ પાણીનો મારો ચલાવ્યો કાબૂ લીધી

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એકાએક ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું. દૂર દૂર સુધી ધુમાડા અને આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી ચાર જેટલા ગોડાઉન આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયાં હતાં.
પ્લાસ્ટિકના ગોડાઉન હોવાથી ઝડપથી આગ પકડી લેતાં હતાં. ફાયરબ્રિગેડની 26 જેટલી ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ સુધી આગ લાગવાનુ કારણ અકબંધ રહ્યું છે.

Social