આણંદની મહી નદીમાં 26 વર્ષીય યુવક તણાતા મોત
ઉનાળો શરૂ થતાં ગરમીથી રાહત મેળવા કેટલાક લોકો તળાવ,કેનાલ, નદીમાં મોત માથે લઈને નાહવા જતાં હોય છે ત્યારે ઘણી વખત પાણીના વહેણમાં ડૂબી જવાના બનાવ તાજેતરમાં સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ આણંદ શહેરનો યુવક મિત્રો સાથે વાસદ મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયો હતો તે દરમિયાન યુવક ડૂબી જતાં મોત થયું હતું
સૂત્રોના કહેવા મુજબ આણંદ શહેરમાં રહેતો 26 વર્ષીય ભાવેશ સાંજે પોતાના મિત્રો સાથે વાસદ મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયો હતો. દરમિયાન, તે વાસદ મહીસાગર નદીના બ્રિજ નજીક મિત્રો સાથે ન્હાતો હતો તે સમયે એકાએક ભાવેશ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રોએ તેને બચાવવા માટે બૂમાબૂમ કરી પણ તે પહેલાં ભાવેશ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેના મિત્રોએ તાત્કાલિક પોલીસને જાણ થતાં વાસદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
