પાટણમાં શ્રદ્વાળુઓ પર મધમાખીએ કર્યો હુમલો, અસંખ્ય ડંખ મારતા દહેગામના નિવૃત GEB કર્મચારીનું મોત
દહેગામથી મોટી સંખ્યમાં શ્રદ્વાળુઓ પાટણના લિબંંચ માતાના દર્શને ગયા હતા, ત્યાં મોટી દુર્ઘટના ઘટી હતી. દહેગામથી પાંચ લકઝરી બસ ભરીને શ્રદ્વાળુઓ લિંબચ માતાના દર્શને અને ધજા ચડાવવા ગયા હતા. આ સમય દરમિયાન વરઘોડામાં મધમાખીના ઝુંડે દર્શનાર્થીઓ પર અચાનક હુમલો કરી દીધો હતો. ઝેરી મધમાખીના હુમલાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, મધમાખીએ 25થી વધુ લોકોને ડંખ માર્યા હતા. દહેગામના 25થી વધુ લોકને ડંખ માર્યા હતા. જેમાં 10 લોકોને સારવાર લેવાની ફરજ પડી હતી તેમને હોસ્પિટલમાં દવા આપીને તેમને રજા આપી દેવામાં આવી હતી. જયારે દહેગામના પંકજ શર્મા પર ઝેરી મધમાખીઓએ અંસખ્ય ડંખ મારતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામમાં 84 વાળંદ સમાજ ઘ્વારા પાટણ લીંબચ માતાજીના ધજા ચઢાવાનો કાર્યક્રમ હતો. આ પ્રસંગે દહેગામથી મોટી સંખ્યમાં ગયા હતા. પાટણ ખાતે મંદિર નજીક ડીજે સાથે વરઘોડો પસાર થઈ રહ્યો હતો, ત્યાં ઝેરી મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરતા 25થી વધુ લોકોનં ડંખ માર્યા હતા, એમાં દહેગામમાં અગાઉ શ્રીનાથ બંગ્લોઝ અને દહેગામ વેદ ગ્રીન્સમાં રહેતા અને મૂળ ગામ લીહોડાના નિવૃત જીઇબીના કર્મચારી પંકજ શર્માને મધમાખીના ઝુંડે અસંખ્ય ડંખ માર્યા હતા. જેના લીધે તેમને સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ સિવિલમાં વધુ ખરાબ થતા તેમના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ મોતથી સમગ્ર દહેગામમાં શોકની લાગણી જોવા મળી હતી.
