સાણંદના અણદેજ ગામે સ્થાનિક પોલીસે લોકસભા ચૂંટણીને લઈ ફ્લેગ માર્ચ યોજી

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સાણંદ તાલુકાના અણદેજ ગામે સાણંદ પોલીસ સ્ટેશનના PI આર. એ. જાદવ સહીત પોલીસ ટીમે ગામના અગલ અગલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.

    અગાઉ સાણંદના તાલુકામાં BSF અને સ્થાનિક પોલીસ સાથે અલગ અલગ 3 પોલીસ સ્ટેશન વિસ્તારના 22 ગામોમાં ફ્લેગ માર્ચ જેમાં માણકોલ, કુંવાર, ગોરજ,વસોદરા,નવાપુરા, કોલટ, સનાથલ, શાંતિપુરા, મટોડા, સરી, મોડાસર, લોદરિયાલ, ડરણ, મોરૈયા, ચાંગોદર , છારોડી, કલાણા, વિરોચનગર, ઝોલાપુર, ખોરજ, રેથલ, દદુકા ગામે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
Social