સાણંદના દદુકા ગામે ખેડૂતને 3 ઇસમોએ ખેતરનો કબ્જો ખાલી કરવા ધમકી આપતા ફરિયાદ

     સાણંદના રેથલ ગામના ખેડૂતની જમીન દદુકા ગામે આવેલ છે જેમાં ખેતરમાં ખેડૂત કામ કરતાં હતા ત્યારે રેથલના 3 ઇસમોએ ખેતરનો કબ્જો ખાલી કરવા ધમકી આપી જાતિવાચક અપશબ્દો બોલી ખેતરમાં વાવેલ 75 મણ સવા ટ્રેક્ટર વડે ખેડી રૂ.2.50 લાખનું નુકશાન કરતાં બનાવ અંગે ખેડૂતે સાણંદ જીઆઈડીસી પોલીસમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. 

      બનાવ અંગે ચોથાભાઇ ગોવાભાઈ સેનવાએ જીઆઈડીસી પોલીસમાં ઉપરોક્ત 3 લોકો સામે ફરિયાદ કરતાં પોલીસે 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધયો છે.
Social