સુરતમાં IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ ઝડપાયું, 7 લોકોની ધરપકડ
સુરતમાં IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મુંબઈ સાયબર સેલ એ મુખ્ય સૂત્રધાર સહિત 7 લોકોની કરી ધરપકડ કરી છે. IPLની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા હતા.IPLની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઇ છે. ત્યારે સમગ્ર દેશમાં ક્રિકેટના રસિકો દ્વારા ગ્રાઉન્ડમાં જઇને મેચને જોતા હોય છે. મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ક્રિકેટ રસીકો લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે અને ઘરબેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઇન બુકીગ થઇ રહ્યુ છે.
ત્યારે ગઠિયાઓ પણ સક્રિય બન્યા હતા અને ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને છેતરપિંડી શરૂ કરી હતી. જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર સહિત 7 વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીઓએ IPL ની વેબસાઈટ જેવી જ ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી લોકોને છેતર્યા હતા.
નકલી IPLની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા આરોપીની મુંબઇ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે. કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવી લોકોને છેતરતા હતા. નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા. ત્યારે આરોપીઓની ધરપકડ કરીને મુંબઇ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરાઇ છે.
189