આચારસંહિતા ભંગની ફરિયાદમાં ચૂંટણીપંચે રૂપાલાને આપી ક્લીનચિટ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાને ચૂંટણીપંચ તરફથી મોટી રાહત મળી છે. એક કાર્યક્રમમાં આચાર સંહિતા ભંગની ફરિયાદમાં રૂપાલને ક્લિનચીટ મળી છે. એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ ફરિયાદ નોંધાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રૂપાલાને ક્લિનચીટ અપાઈ છે. ક્ષત્રિય સમાજ સામેના નિવેદન મુદ્દે આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરીને વીડિયો સહિત તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી અને ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરે તપાસનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલી આપ્યો હતો. આ રીપોર્ટમાં રૂપાલાને રાહત મળી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 3 મુદ્દાના આધારે તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં રૂપાલાને ક્લીનચિટ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Social