બાવળાના ગાંગડ ગામે ગટરનુ દૃષિત પાણી ઘર ઉભરાતા રહીશો ત્રાહિમામ
બાવળા તાલુકાના ગાંગડ ગામમા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે ગામમાં ગટરનુ ગંદુ પાણી ઘર આગ ભરવો થયો છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ બાવળા તાલુકાના ગાંગડ ગામના પગીવાસ વિસ્તાર આશરે 2 મહિનાથી ખડકીમા ગટર ઉભરતા રહીશોને ભારે હાલાકી પડી રહી છે, વળી રહીશો દ્વારા આ સમસ્યા અંગે ગ્રામ પંચાયત થઈ લઈ સ્થાનિક તંત્રને રજુવાત કરવા છતાં સ્થિતિ ઠેરની ઠેર રહેતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષની લાગણી ફેલાઈ છે, સમસ્યાના ઝડપી ઉકેલ લાવવા ગામના લોકોએ માંગ કરી છે.
