1લી એપ્રિલના રોજ 18 વર્ષ પૂર્ણ કરેલ નવ યુવાનોને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા 9 એપ્રિલ સુધીમાં ફોર્મ-6 ભરવાનું રહેશે

સાણંદ બાવળા વિધાનસભા ક્ષેત્રે 18-19 વર્ષના હાલના તબક્કે 7345 યુવા મતદારો નોંધાયા છે. તાજેતરમાં ફરી 1-4-2024ની સ્થિતીએ 18 વર્ષ પુર્ણ કરનાર નવયુવાનોને મતાધિકારથી વંચિત ના રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ યુવા વર્ગ મતદારવાદીમાં પોતાનું નામાંકન કરાવીને લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, બીજી બાજુ લોકશાહીના આ અવસરમાં યુવાનો જોડાય તેના પર પણ ભાર મૂકાવામાં આવ્યો છે. અગાઉ 5-1-2024ની સ્થિતીએ 18 વર્ષ પુર્ણ કરનાર નવ યુવાનોને મતાધિકાર આપવામાં આવ્યો અને હવે 1-4-2024ની સ્થિતીએ જે લોકો 18 વર્ષ પુર્ણ કરી રહ્યા છે તેમને પણ મતાધિકાર પ્રાપ્ત થશે. આ માટે 18 વર્ષ પુર્ણ કરનાર નવયુવાનોને મતદારયાદીમાં નામાંકન કરાવવા ફોર્મ-6 ભરવાનું રહેશે. આ અંગે એક ચૂંટણી કર્મી કહ્યું કે, લોકસભાની સામાન્ય ચૂંટણીમા કોઈપણ નવયુવાન કે જેણે 1-4-2024ની સ્થિતીએ 18 વર્ષ પુર્ણ કર્યા છે તેઓ મતાધિકારથી વંચિત ના રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આગમી 9 એપ્રિલ 2024 સુધી વોટર હેલ્પલાઈન એપ્લિકેશન પરથી પોતાનું ફોર્મ-6 ભરી શકશે છે અથવા તેમના વિસ્તારના બીએલઓ પાસે પણ આ નવયુવા મતદારો ફોર્મ-6 ભરીને લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ફોર્મ નિયત તારીખ સુધીમાં ભરી દેવા અપીલ કરાઈ છે.

Social