સાણંદમાં 31 માર્ચ સુધીમાં 15 હજાર લોકોએ રૂ.5.49 કરોડ ટેક્ષની ભરપાઈ કરી

સાણંદ નગરપાલિકા દ્વારા 31 માર્ચ સુધીમાં પાલિકાની 3 ટીમોએ ડોર ટુ ડોર વેરો વેરા વસુલાતો માટે બાકીદારો પાસે પહોંચીને વેરાની વસુલાત કરી હતી. મહિનાના અંત સુધીમાં નાણાંકિય ગત વર્ષ 22-23 અને વર્ષ 23-24ના મળી કુલ રૂ.10.02 કરોડ બાકી ટેક્ષ સામે રૂ.5.49 કરોડ ટેક્ષની પ્રોપર્ટીધારકોએ ભરપાઈ કરી છે.

         સાણંદ નગર પાલિકાના વિવિધ વોર્ડના રહેણાંક વિસ્તારના અને કોમર્શિયલ પ્રોપર્ટીધારકો અંદાજે 10,000 રહીશો જોડેથી  ગત વર્ષોના રૂ.3.26 કરોડ અને 2023-2024 વર્ષના વેરા પેટે રૂ.6.94 કરોડ મળી કુલ રૂ.10.02 કરોડ બાકીમાથી 31 માર્ચ સુધીમાં ગત વર્ષનો બાકી 57 લાખ અને ચાલુ વર્ષના વેરા પેટે રૂ.4.92 કરોડ મળી કુલ રૂ.5.49 કરોડ વેરા બાકીની વસૂલાત થઈ છે. હાલ સુધીમાં 11645 રહેણાંક મિલકતધારકો અને 3432 કોમર્શિયલ પ્રોપર્ટીધારકોએ કુલ રૂ.5.49 કરોડ ભરપાઈ કરી છે, તેમજ હજી સુધી 8213 રહેણાંક અને 1770 કોમર્શિયલ પ્રોપર્ટીધારકોનો કુલ રૂ. 4.53 કરોડ ટેક્ષ બાકીની ભરાઈ ન કરી હોવાનું સાણંદ પાલિકાએ જણાવ્યુ છે.
Social