ગોધાવીમાં સામાન ફેરવવા આવેલ 3 માણસો ભાડું લઇ સમાન સાથે ફરાર

             સાણંદના ગોધાવીમાં એક વ્યક્તિએ ઘરનો સામાન હૈદ્રાબાદ લઇ જવા માટે ઓનલાઈન કંપની શોધવાના ચક્કરમાં ઠગોની માયામાળમાં ફસાયા હતા. 3 માણસો ગોધાવી આવી સામાન વાહનમાં ભરી ભાડું લઈ સામાન સાથે રફુ ચક્કર થતાં બોપલ પોલીસમાં 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો છે.

               સાણંદના ગોધાવીમાં હરીઓમ એલીગન્સમાં રહેતા મનોજકુમાર શ્યામબહાદુર સિંઘને હૈદ્રાબાની એક કંપનીમાં નોકરી પર હાજર થવાનુ હોવાથી ગોધાવી થી હૈદ્રાબાદ ખાતે સામાન ફેરવવા માટે ગત તા.20 માર્ચે મોબાઈલમાં ઓનલાઇન સામાન ફેરવવા માટે સર્ચ કર્યું હતું ત્યારે એક્ષપ્રેસ પેકર્સ એન્ડ મુવર્સ નામની વેબસાઇટના ફોન પર રિતેશ નામના ઈસમ સાથે સંપર્ક થયો અને શેરીંગમા સામાન ફેરવવા માટે રૂ.20 હજાર ભાડુ નક્કી કરી રૂ.1 હજાર એડવાન્સ આપ્યા હતા. 
        અને 6 દિવસ પછી વિરેન્દ્ર અને બે અજાણ્યા ઇસમો મનોજકુમારને ત્યાં એક્ષપ્રેસ પૅકર્સ એન્ડ મુવર્સ ઓળખ આપી સામાન પેકિંગ કરી વાહનમાં ફ્રીઝ,વોશિંગ મશીન, કૂલર,સોફા, બે LED .TV,બાઇક સહીત સમાન ભરી રૂ.10 ભાડું લઈ નીકળ્યા હતા અને રિતેશ નામના વ્યક્તિએ સામાન 30 માર્ચ સુધી હેદ્રાબાદ પહોંચી જશે તેવું મનોજભાઈને કહ્યું હતું પણ નક્કી કરેલ દિવસે સમાન ન પહોંચ્યો હતો અને રૂ.40 હજાર ભરી પછી તમારો સામાન તમને કહેતા મનોજભાઈને શંકા થઇ હતી અને તપાસ કરતા તેઓની સાથે ઠગાઈની જાણ થતા મનોજકુમારએ બોપલ પોલીસમાં રિતેશ તથા વિરેન્દ્ર, બે અજાણ્યા ઈસમો મળી કુલ 4 ઈમોસ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.
Social