બાવળા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દારૂનો કેસ ન કરવા રૂ.12 હજારની લાંચ લેતા ACBએ પકડ્યો
અમદાવાદ ગ્રામ્યમાં બાવળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ દારૂનો કેસ ન કરવા માટે ફરિયાદી પાસેથી રૂ.12 હજારની લાંચ લેતા રંગે હાથ ACBએ પકડી લીધો છે. આ અંગે એન્ટિ કરપ્શન બ્યુરોએ વધુ તપાસ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ચૌહાણને ACBએ બાવળા પોલીસ લાઇનના મેઇન ગેટ આગળ રૂ.12 હજારની લાંચ લેતા પકડી લીધો હતો. ઘટનામાં ફરિયાદી બે દારૂની બોટલ સાથે પકડાયો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલે કેસ નહીં કરીને પતાવત માટે ફરિયાદી પાસે રૂ. 20 હજારની માંગણી કરી પણ રકઝકના બાદ રૂ.15 હજારમાં પતાવટ માટે તૈયાર થયા હતા, પણ ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. અને ACBએ ટીમે બાવળા પોલીસ લાઈનના મેઈન ગેઇટ આગળ વોચ ગોઠવીને હેડ કોન્સ્ટેબલને રૂ.12 હજારની લાંચ સ્વીકારતા પકડી લીધો હતો જેમા ફરિયાદીને 15 હજારમાંથી રૂ. 3 હજાર હેડ કોન્સ્ટેબલે પરત આપ્યા હતા. સગમ્ર મામલે ACBએ વધુ તપાસ હાથ ધરી છે.
193