બોપલ પાસે આંબલીમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરોએ રૂ.4.26 લાખની ચોરી કરી ફરાર

બોપલ પાસે આવેલ આંબલી વિસ્તારમાં એક મકાનમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરોએ નીચેના રૂમમાંથી રોકડ,સોના ચાંદીના દાગીનાની ચોકુલ 4.26 લાખની મત્તાની ચોરી કરી ફરાર થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

        સૂત્રોના કહેવા મુજબ આંબલીમાં રહેતા ગીરધારીલાલ ગુપ્તા અને તેઓની પત્ની ઘરના દરવાજાને લોક કરીને બીજા માળે સૂવા ગયા હતાં. સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે ઉઠીને જોયું તો રસોડાની બાજુમાં આવેલો લોખંડનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં લાકડાનું ડ્રોઅર ખુલ્લુ હતું. ખાનામાં પર્સમાં 7 હજાર રોકડા હતાં, બેડરૂમમાં લોખંડની તીજોરીનો અંદરનો સર-સામાન બહાર વેર-વીખેર પડેલ હતો. જેથી તપાસ કરતાં તીજોરીના લોકરમાં રાખેલ રોકડ,દાગીનામળી આશરે 4.26 લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગીરધારીલાલએ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
Social