સાણંદ ઓમ એવેન્યુ ખાતે બ્રહ્મ ચોર્યાસી -બ્રહ્મ સંમેલન નું આયોજન કરવામાં આવેલ
આ બ્રહ્મ સંમેલનમાં પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ, સાણંદ ના ધારાસભ્ય કનુભાઈ પટેલ, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, એડીસી બેંક ના ડિરેક્ટર કમલેશભાઈ ત્રિપાઠી બ્રહ્મ સમાજ ના પ્રમુખ ભરતભાઈ રાવલ,સાણંદ બ્રહ્મ સમાજ ના આગેવાનો સનતભાઈ પંડિશ્ત દિલીપભાઈ રાવલ, વિજયભાઈપંડિત, પી વી રાવલ, મોન્ટુ શુકલ, મંથન રાવલ વિગેરે બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજે પ્રસંગે વિશેષ આમંત્રિત તરીકે અમદાવાદ જિલ્લા ભાજપના સિનિયર મહામંત્રી શૈલેષભાઈ દાવડા તેમજ ભૂપતસિંહ પરમાર, તેમજ રાજુભાઈ પારેખ, તેમજ મયુરભાઈ ભાટીયા હાજર રહેલ હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવામાં કમલેશભાઈ વ્યાસ, પ્રદીપભાઈ જાની, જીતુભાઈ પંડિત દિપકદાદા વિગેરે એ તનતોડ મેંહનત કરેલ. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે બાવળા બ્રહ્મ સમાજ ના ૪૦ જેટલા આગેવાનો હાજર રહેલ હતા. કાર્યક્રમના અંતે અંદાજે ૭૦૦ ભૂદેવો એ બ્રહ્મચોર્યાસીનો લાભ લીધેલ.

