દહેગામમાં રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ લાલઘુમ : રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયું
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા હજુ શાંત પડી રહ્યા નથી. સમગ્ર રાજ્યની સાથે સાથે દહેગામ ક્ષત્રિય સમાજ પણ રૂપાલા સામે લાલઘુમ છે. અગાઉ દહેગામ યુવા ક્ષત્રિય સંગઠને આવેદન આપ્યુ હતુ અને રૂપાલા સામે ફરીયાદ નોંધવા માંગ કરી હતી.
દહેગામ તાલુકામાં આજે શનિવારે પરષોત્તમ રૂપાલાના વિરોધમાં એક રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકાના ક્ષત્રિય સમાજ એકત્ર થઇને રેલી નેહરુ ચોકડીથી રેલી કાઢીને મામલતદાર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન એસટી ચોંકી ખાતે હાઇવે ચક્કાજામ પણ કરવામાં આવતા પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા.
