રાજકોટમાં બહેનો કેસરી સાડી, ભાઈઓ કેસરી સાફા પહેરી જોડાયા : પદ્મિનીબા બેભાન થઈ ઢળી પડ્યા
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો કેસરી સાડી પહેરી તો યુવાનોએ કેસરી સાફા પહેરી શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. બહુમાળી ચોક આસપાસ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ તકે કલેક્ટરને આવેદન આપ્યું હતું.
