સાણંદના નળ સરોવર ત્રણ રસ્તા, ગઢીયા,અને એકલિંગજી પાસે વિકાસને જોવા માટે સ્ટ્રીટ લાઈટનું અજવાળું નથી
સાણંદ શહેર એક તરફ વિકાસના પંથે દોટ મૂકી છે. પણ છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી શહેરના મુખ્ય માર્ગ એવા નળ સરોવર ત્રણ રસ્તા, ગઢીયા ચાર રસ્તા અને એકલિંગજી ત્રણ રસ્તા પાસે વિકાસને જોવા માટે શહેરીજનો સ્ટ્રીટ લાઇટના અજવાળાની રાહ જોઈ રહ્યા છે.
સાણંદ શહેરના એકલિંગજી રોડ પર ઓનેસ્ટ હોટલ સામે હાઇવે પર છેલ્લા 5 મહિનાથી સ્ટ્રીટ લાઇટ બંધ છે જ્યારે શહેરના ગઢીયા ચાર રસ્તા પાસે BRC ભવન સામે આવે હાઇવે પરનો સ્ટ્રીટ લાઇટનો વીજ પોલ એક બાજુ નમી ગયેલ હાલતમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે. તેમજ કાલુપુર બેંકના ATM સામે આવેલ નળ સરોવર ત્રણ રસ્તા પાસે અઢી વર્ષ અગાઉ થયેલ એક કાર અકસ્માતમાં સ્ટ્રીટ લાઇટનો પોલ પડી ગયો હતો ત્યારબાદ સ્થાનિક જાગૃત તંત્રએ આજ દિન સુધી આ સ્થળે હાઇવે પર સ્ટ્રીટ લાઇટ ન નાખતા અહિયાંથી પસાર થતાં લોકોને રાત્રે અનેક સમસ્યાઓ વેઠી પડી રહી છે. તેમજ હાઇવે પર અન્ય સ્થળે પણ કેટલીક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે ત્યારે બંધ સ્ટ્રીટ લાઇટને તાકીદે ચાલુ કરવા સાણંદ શહેરના લોકોએ માંગ કરી છે.
