Breaking News

સાણંદમાં ધોળા દિવસે ઇમિટેશન જવેલરીના શો રૂમ પર લૂંટારુ ત્રાટક્યા: પીળું એટલું સોનુ ના હોય એ લૂંટારાને શી ખબર ?


સાણંદ ગોલવાડ નાકા એ આવેલ ઇમિટેશન જવેલરીના શો રૂમ ઉપર લૂંટારુ ત્રાટક્યા હતા અને છરીની અણીએ લૂંટ ચલાવી હતી.બનાવના પગલે સાણંદ બજારમાં ચકચાર મચી જવા પામી હતી.
સમગ્ર વિગતોની પ્રાપ્ત માહિતી મુજબ સાણંદમાં રહેતા દિનેશભાઇ પ્રજાપતિ સાણંદના ગોલવાડ નાકા પર બ્રહ્માણી ગોલ્ડ નામે ઇમિટેશન જવેલરીનો શો રૂમ ધરાવે છે.રવિવારે બપોરે ૧ વાગ્યાના સુમારે તેઓની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ત્રણ ઈસમો આવ્યા હતા અને પહેલા દાગીનો બનાવવાની વાત કરી છરી બતાવી સોનાના દાગીના સમજી ગ્રામના દાગિનાની લૂંટ ચલાવી ફરાર થઇ જતા સમગ્ર બજારમાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. બજાર વચ્ચે બનેલ લૂંટની ઘટનાને પગલે સાણંદમાં ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે સાણંદ પોલીસે ઘટના સ્થળે જય વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાથી સોનાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે સાણંદમાં જવેલરીના શો રૂમને લૂંટારુઓ દ્વારા ટાર્ગેટ કરતા સાણંદના સોની બજારમાં ફફડાટ ફેલાયો છે .

Social