પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને BBAના વિદ્યાર્થીનો આપઘાત

      વડોદરાના વાઘોડિયા પાસે આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને BBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળ દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
    મૂળ રાજસ્થાનનો વિદ્યાર્થી અનિલ કેવલરામ પટેલ (ઉં.19) (રહે. ગોગાજી કા થાન, રોહિયન કલા, જિ.જોધપુર રાજસ્થાન) પારુલ યુનિવર્સિટીમાં BBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા 8 મહિનાથી અટલ ભવન બી હોસ્ટેલમાં રહેતો હતો. તે છેલ્લા 2 દિવસથી ગુમસૂમ રહેતો હતો. તેના મિત્રોએ તેને આ અંગે પૂછતાં તેને કંઈપણ કહ્યું નહોતું. વિદ્યાર્થી અનિલ પટેલ ગત રાત્રે 3 વાગ્યા સુધી જાગતો હતો અને બેચેન જણાતો હતો, જેથી તેના મિત્રોએ શું ટેન્શન છે, એમ પૂછ્યું હતું પરંતુ, અનિલ પટેલે કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ તેને મિત્રો સૂઇ ગયા હતા અને વહેલી સવારે 4.40 વાગ્યે અનિલ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદી ગયો હતો અને સ્થળ પર તેનું મોત થયું હતું.આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસેથી વિદ્યાર્થીના ચપ્પલ મળી આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં અમદાવાદમાં રહેતા અનિલનાં સગાં-સંબંધીઓ દોડી આવ્યાં હતાં. આ ઉપરાંત અનિલનો માસીનો છોકરો પણ પારુલ યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરે છે. તે પણ દોડી આવ્યો હતો.અને તેને કયા કારણોસર આપઘાત કર્યો એ અંગે તપાસ શરૂ કરી છે.
Social