સાણંદના ખોડા ગામના ખેતરના છાપરામાંથી રૂ.1.87 લાખના મુદ્દામાલની ચોરી
સાણંદના ખોડા ગામની સીમમાં આવેલ ખેતરમાં શાકભાજીનું વાવેતર કરતાં પરિવાર ખેતરમાં છાપરામાં રાખેલ સોનાના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.87 લાખની તસ્કરોએ ચોરી કરી ફરાર થતાં બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના મોડાસર ગામના મૂળ અને હાલ સાણંદના ખોડા ગામની સીમમાં પરિવાર રહેતા ગૌતમભાઈ વાલજીભાઈ દેવીપુજક ભાગીદારીમાં ખેતી કરે છે અને હાલ તેઓ શાકભાજીનુ વાવેતર કર્યું હોવાથી ખેતરમાં છાપરૂ બનાવી રહે છે. તેઓ અને તેમના પરીવારના સભ્યો જમીને છાપરાની બહાર સુઈ ગયેલ અને સવારે જગ્યા ત્યારે ઘરનો સામાન અસ્ત વ્યસ્ત હાલતમાં હતો અને ત્યારે છાપરામા રાખેલ પેટી હતી નહીં.જેમાં ખેતરની આવકના રૂ.1.20 લાખ, એક ચાંદીનુ કડુ,સોનાનુ પતરૂ ચઢાવેલ કડુ, એક જોડી ચાંદીના છડા, બે ચાંદીની વીંટીઓ, એક ચાદીનો જુડો,એક ચાંદીની નથણી સહિત પાકીટ રાખેલ રોકડ મળી અંદાજે 1,87,700નો મુદ્દામાલની ચોરી થઈ હતી. બનાવ અંગે ગૌતમભાઈએ સાણંદ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
