બાવળામાં સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજના 53માં પ્રતિષ્ઠોત્સવની ભવ્ય ઉજવણી

“સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર” તરીકે ઓળખાતા બાવળા શહેરના ધોળકા રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના 53 મા પ્રતિષ્ઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

    સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર સનાતનધર્મસમ્રાટ્ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ભાલ - નળકાંઠાના સત્સંગી હરિભક્તો માટે ઈ.સ. 1971 માં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજી બાપાશ્રી તથા તત્સંકલ્પ સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી હતી. તેને આજકાલ કરતાં ૫૩ વર્ષ થયા છે. શ્રી ઘનશ્યામ મહારાજના 53માં વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ આચાર્ય જ્ઞાનમહોદોધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના સાનિધ્યમાં સંતો અને હરિભક્તોએ ત્રિદિવસીય ભવ્ય ઉજવ્યો હતો. 

બાવળા સ્વામિનારાયણ મંદિર ખાતે ભાઈઓ અને બહેનોનાં મંદિરનો 53માં વાર્ષિક પ્રતિષ્ઠોત્સવે ષોડશોપચારથી પૂજન વિધિ, અન્નકૂટ દર્શન, આરતી વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમ યોજાયા હતા.

આ પાવનકારી અવસરે શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની સમૂહ પારાયણ, કીર્તન ભકિત, રાસોત્સવ, પાટોત્સવ, અન્નકૂટ દર્શન તથા પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

   આ પાવનકારી અવસરે પ.પૂ. આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર જરૂરી છે. ભગવાનનું ભજન સાનુકૂળતાથી થઈ શકે તે માટે આવાં મોટાં મંદિરોના સર્જન છે. ભકિત, ઉપાસના પ્રવર્તાવવા માટે જ મંદિરોનાં નિર્માણ છે. ભગવાનનાં ભજનથી મંદિરો ગાજવાં જોઈએ. ભગવાનનાં ભજનથી જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે. દેશો દેશના હરિભક્તો ભવ્ય અણમોલ અવસરનો લ્હાવો માણ્યો હતો.
Social