સુરત VR મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો:લખ્યું- જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

સુરતમાં પોલીસે VR મોલ ખાલી કરાવ્યો છે. મોલમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત વીઆર મોલને એક મેઇલ આવ્યો છે, જેમાં લખ્યું છે કે ‘જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકીભર્યો મેઇલ મળતાં જ ક્રાઈમ બ્રાંચ, SOG, બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
દેશભરમાં 52 જગ્યાએ બોમ્બબ્લાસ્ટના ધમકીભર્યા મેઇલ મળ્યા છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. VR મોલમાં નોકરી કરતા આસિફ નામના યુવકે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે આવીને અમને કીધુ કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે, તમે તમારો સ્ટોર ક્લોજ કરો, એ સમયે હડબડાટ પણ થઈ, જે કસ્ટમર હતા એમને બહાર નીકળવાનુ કહ્યું, 10-15 મિનિટમાં પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ આવી ગયા હતા. 2 થી 3 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

Social