નરોડામાં ધોળા દિવસે ભાઈને ઓફિસે મૂકવા જઈ રહેલા યુવક ઉપર બે રાઉન્ડ ફાયરીંગ
નરોડા વિસ્તારમાં આજે સવારે પોતાના ભાઈને ઓફિસે મુકવા જતા યુવક ઉપર બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો. અમદાવાદ શહેરમાં આચાર સંહિતા હોવાથી અત્યારે સંદર્ભે જાહેરનામું છે અને મોડી રાત સુધી ચેકિંગ ચાલી રહ્યું છે. ત્યારે ધોળે દિવસે યુવક ઉપર ભરચક વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. આ ફાયરિંગના બનાવમાં સ્થાનિક પોલીસે સીસીટીવીમાં દેખાતા શકમંદ વ્યક્તિની તપાસ હાથ ધરી હતી.
નરોડાના સુમિતનાથ સોસાયટી પાસે સવારે 10:30 થી 11:00 વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ 30 થી 32 વર્ષના આસરાના હર્ષિલ ત્રાબડીયા પર બે રાઉન્ડ ઉપરા ઉપરી ફાયરિંગ કરી દીધું હતું. આ ફાયરિંગમાં હર્ષિલના કોણીના ભાગે ઈજા થઈ હતી. જ્યારે એક રાઉન્ડ મિસ ફાયર થયું હોવાનું પણ જાણવા મળ્યું.બનાવ અંગત અદાવતમાં બન્યો હોય તેવું લાગી રહ્યું છે.શહેરમાં આચાર સંહિતા દાખલ થયા બાદ શહેરની મહત્વની જગ્યાઓ ખાલી છે અને તે વચ્ચે શહેરમાં રાયોટીંગ અને હવે ફાયરિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ શંકા ઊભી થઈ રહી છે.હર્ષિલને ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસને ફાયરિંગ બાદના ગોળીના ખાલી કારતૂસ મળી આવ્યા.
સીસીટીવીમાં બાઈક પર લાલ શર્ટમાં જતો એક વ્યક્તિ દેખાય છે. જે શકમંદ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ ખરેખર બે લોકો આવ્યા હતા અને બાઈક પર હતા તેવી વાત પણ સામે આવી .જ્યારે હર્ષિલ તેના ભાઈને મુકવા જતો હતો ત્યારે આ ફાયરિંગ થયું. એટલે તેના ઘરના થોડાક અંતરે જ આ બનાવ બન્યો હતો. ફાયરિંગ કરનાર વ્યક્તિને હર્ષિલની મોમેન્ટ ખબર હોય તેવી શક્યતા હતી. જેના આધારે પણ પોલીસ તપાસ હાથ ધરી.
