સાણંદના ચેખલા ગામે મકનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત

સાણંદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન.આર. તરાર, પો.સ.ઈ આર.કે ચાવડા, એ.એસ.આઈ જનકસિંહ પ્રતાપસિંહ, પો.કો સૂર્યકાંતભાઈ બળદેવભાઈ, પો.કો મહીપાલસિંહ દિલીપસિંહ, પો.કો દિવાનસિંહ કનુભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો ચેખલા ગામે લોકસભા ચુંટણી લઈને ફૂટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ જનકસિંહ પ્રતાપસિંહને બાતમી મળેલ કે ચેખલા ગામ, કુવરસંગ દાદાના ડેલા ખાતે રહેતા બલભદ્રસિંહ ચંદુભા વાઘેલા તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે, જેથી પોલીસે બલભદ્રસિંહ ચંદુભા વાઘેલાના ઘરે તપાસ કરતા ઘરે કોઇ હાજર ન મળી આવેલ નહી અને ઘરના આંગણામાં આવેલ પાણીની ટાંકી પાસે એક પ્લાસ્ટીકનુ પાણી ભરવાનું ડ્રમમાંથી અને મકાનના પહેલા માળ ઉપર જવાની આવેલ સીડી નીચે પ્લાસ્ટિકની કોથળીમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની 37 બોટલો અને 10 બીયર ટીન મળી કુલ રૂ.8500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને પોલીસે બલભદ્રસિંહ ચંદુભા વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Social