અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં હવામાન મિજાજ બદલશે, આ તારીખે પડશે વરસાદ !
ગુજરાતમાં હાલ આગ દઝાડે તેવી ગરમી પડી રહી છે. ગરમીનું તાપમાન દિવસે-દિવસે વધી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ,મહેસાણા, વડોદરા અને સુરતમાં તાપમાન 40 ડિગ્રી સુઘી પહોંચ્યો છે. આ કાળઝાળ ગરમીમાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 13 એપ્રિલથી15 એપ્રિલ સુધી વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા કહ્યું કે 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત અને ગીર સોમનાથમાં માવઠુંપડશે તો 14-15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર પંથકમાં વરસાદની આગાહી કરી છે. પ્રિલમાં ભર ગરમીએ વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે ગરમીની આગાહી કરી છે. જેને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. 12 થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે. ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે અને જોરદાર વરસાદ આવશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ,12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે.તેમણે વધુમાં આગાહી કરતા કહ્યું કે સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે.એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાન રહેશે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે.
