અમરાઇવાડીમાં સગીરાને વૃધ્ધે છેડતી કરીને પોતે આપઘાત કરવાનું નાટક રચ્યુ

અમરાઈવાડીમાં પાડોશમાં રહેતા વૃદ્ધે એકલતાનો લાભ લઈને 13 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલાં કરતા સગીરા ગભરાઈને પાડોશીના ઘરે જતી રહી હતી. પિડિત સગીરાએ પાડોશી વૃદ્ધની કરતૂત અંગે પાડોશીને હકીકત જણાવી હતી. ત્યારબાદ પાડોશીએ સગીરાના માતા પિતાને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. આરોપી વૃદ્ધનો ભાંડો ફૂટી જતા વૃદ્ધ ઇન્દિરા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા દોડી ગયો અને ત્યાંથી પોતાની પત્નીને વિડીયો કોલ કરીને જાણ કરી હતી. સગીરાના માતા પિતાએ વૃદ્ધ સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે.
અમરાઈવાડીમાં 40 વર્ષીય પરિણીત મહિલા તેના પતિ અને બે સંતાનો સાથે રહે છે અને ઘરકામ કરે છે. મહિલાના પતિ નોટરી વકીલના ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે. પતિ અને પત્ની સામાજિક મરણ પ્રસંગમાં ગયા હતા અને તેમની 13 વર્ષીય સગીર પુત્રીને પરીક્ષા ચાલતી હોવાથી પાડોશમાં રહેતા સંબંધીને ત્યાં મૂકીને ગયા હતા. સવારે સગીરાને ટ્યુશન જવાનું હોવાથી પોતાનું ચોપડા લેવા માટે ઘરે આવી હતી ત્યારે પડોશમાં

Social