મારી પાસે રૂપિયાની ઉઘરાણી કેમ કરે છે તેમ કહી યુવક પર 2 શખ્સોનો હુમલો

    કલોલમા હોટેલ પાસે મારી પાસે રૂપિયાની ઉઘરાણી કેમ કરે છે તેમ કહી યુવક પર 2 શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે, આથી કલોલ શહેર પોલીસ સ્ટેશને 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  ધવલ રાજેન્દ્રરાવ જાદવે કલોલ શહેર પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ લીબડીવાસ, મીઠાખળી, નવરંગપુરા, અમદાવાદ ખાતે રહે છે. તેમણે ગઈકાલે તેમના મિત્ર વિનય ઉર્ફે પપ્પુ મોદીને ફોન કરીને કહેલ કે હું તારી પાસે 35,000 માંગુ છું તે લેવા આવું છું. આથી તેને કલોલ ખાતે હોટેલ રિયલ હિલમાં બોલાવેલ. અને તેઓ ત્યાં પહોંચતા વિનયે તેમને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી ઈજાગ્રસ્ત કર્યો હતો, અને તેનો મિત્ર જેનલ સૈયદે પણ છરી દ્વારા હુમલો કર્યો હતો ,અને હવે પછી પૈસાની ઉઘરાણી કરી છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહયા હતા. આથી બંને આરોપીઓ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Social