સુરતમાં નશામાં ધૂત કાર ચાલકે રિક્ષા, બાઇક સાથે રાહદારીઓને લીધા અડફેટમાં, વૃદ્વાનું ઘટના સ્થળે મોત
સુરતથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચાલકે રિક્ષા,બાઇક અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અડફેટમાં વૃદ્વાનું ઘટનાસ્થળે મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કાર ચાલકે આઠ વર્ષના બાળકને અડફેટમાં લેતા 5 ફૂટ દૂર ઉછળ્યો હતો. આ બાળકને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસ સતવ્રે ઘટનાસ્થળે પહોંચીની બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા.પોલીસે નશામાં ધૂત કાર ચાલકની ધરપકડ કરી છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર ચાલક જિતેન્દ્ર માલવિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતા ૬૫ વર્ષીય ગૌરીબેન જીવરાજ ધોળકિયા સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતા હતા તે સમયે નશામાં ધૂત કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં કારચાલકે વૃદ્ધ ગૌરીબેન તથા રિક્ષા અને બાઈક સહિત પાંચને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધા અને 8 વર્ષીય બાહુ રવજી રાજપુતિયાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાના લીધે ગૌરીબેનનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.હાલ બાળકની સારવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે.અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં કારચાલક પુરપાટ ઝડપે આવીને બાઈક, રિક્ષા અને રાહદારીઓને અડફેટે લેતા દેખાઈ આવે છે. સરથાણા પોલીસને જાણ થતા ટીમ આ મામલે સ્થળ પર પહોંચી હતી. સરથાણા પોલીસે 35 વર્ષીય જિતેન્દ્ર જસવંત માલવિયા ની ધરપકડ કરી હતીનોંધનીય છે કે કાર ચાલક જીતેન્દ્ર માલવીયા મિત્રને કેનાલ રોડ પર મુકવા જતો હતો અને નશામાં બ્રેકની જગ્યા પર એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબુલાત કરી હતી. પોલીસે સમગ્ર મામલે આરોપી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
104