બોર્ડ પરીક્ષાના CCTVની ચકાસણીમાં ઝડપાયા 452 ગેરરીતિના કેસ સામે આવ્યા, આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી કરાઈ છે. ત્યારે સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી છે. જેમાં ધો. 12 માં સામાન્ય પ્રવાહમા 226 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. જ્યારે ધો.10 માં 170 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા સીસીટીવીમાં ઝડપાયા હતા. બોર્ડની પરીક્ષામાં ધો. 10 અને 12 માં કુલ 452 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા ઝડપાયા હતા. સીસીટીવીમાં કોપી કેસ કરતા વિદ્યાર્થીઓ સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધો.10 અને 12 ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પરીક્ષા પૂર્ણ થયાને હજુ થોડા દિવસ થયા છે. બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે. હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયારી કરવાની તજવીજ હાથg ધરી છે. એપ્રિલ મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ વર્ષે લોકસભા ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિનાં જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. જેથી શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત કરી ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે.
137