ગોરજ ગામે બંધ ઘરમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ
સાણંદના ગોરજ ગામે આવેલ એક બંધ ઘરમાં કોઈ કારણસર આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘરમાં રહેતા કનુભાઈ સહીત પરિવારના લોકો ઘર બંધ કરી બહાર ગામ ગયા હતા ત્યારે આગ લાગી હતી. ઘરમાં આગ લાગ્યાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા અને પાણીથી આગને ઓલવી હતી. ઘરનો સમાન,અનાજ વગેરે આગની ઝપેટમાં આવ્યું હતું. બનવામાં કોઈને ઇજા ન થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
