બાવળા પાસે મોબાઈલની લૂંટ કરનાર મૂળ બોટાદના શ્રીનગરના 2 ઇસમો પકડ્યા
અમદાવાદ ગ્રામ્યમાં મોબાઇલ લૂંટ અને ચોરીનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે બાવળા પોલીસે બાતમી આધારે મૂળ બોટાદના અને હાલ બાવળામાં રહેતા 2 ઇસમોને લૂંટના મોબાઈલ સાથે પકડી લીધા હતા.
બાવળા પોલીસે બાતમી આધારે મોબાઈલ લુંટનાં 2 લૂંટારુંઓને પકડી લીધા હતા. જેમાં બોટાદના શ્રીનગર ખાતેના મૂળ અને હાલ બાવળાના ઢેઢાળ ગામની સીમમાં રહેતા શ્રવણ ઉર્ફે સરવન રમેશભાઇ હાડા (ઓડ) અને અશોક રમેશભાઇ હાડા (ઓડ)ને દબોચી લઈ લૂંટમા ગયેલા 7,000 રૂપીયાનાં 2 મોબાઇલ જપ્ત કરીને બંને વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરતા
પકડાયેલા લૂંટારૂઓ વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હોવાનું ખૂલ્યું છે
જેમાં શ્રવણ ઉર્ફે સરવનમાં 2019 થી 2024 વચ્ચે 11 અલગ અલગ કલમો હેઠળ નડીયાદ ટાઉન, બાવળા, અંકલેશ્વર શહેર, કામરેજ, ધાંગધ્રા, કરજણ, ચીકલી, કામરેજ આણંદ રૂરલ,કામરેજ અને વડતાલ પો.સ્ટે.માં ગુનાઓ નોંધાયેલ છે. જ્યારે પકડાયેલ અશોક વિરુદ્ધમાં
ડી.સી.બી. પો.સ્ટે. અમદાવાદમાં વર્ષ 2020માં આર્મ એકટ હેઠળ તેમજ કામરેજ,બારડોલી, ચાંગોદર, કડોદરા કડોદરા જી.આઇ.ડી.સી.,મકરપુરા,સચીન પો.સ્ટે., ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોવાનું ખૂલ્યું છે.
