ગોધાવી ગામના એક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ જથ્થો બોપલ પોલીસે કબ્જે કર્યો

બોપલ પોલીસ સ્ટેશનના પો.કો. ઘનશ્યામભાઈ કનુભાઈ અને પો.કો. મહાવીરસિંહ રૂપસંગસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે સાણંદ તાલુકાનાં ગોધાવી ગામે આવેલ જેસીંગ દાદાના મંદિરની પાછળ લાલાવતની ડેલીમા રહેતો દીપકસિંહ પ્રધ્યુમનસિંહ વાઘેલા નામનો ઈસમ તેના ઘરમા ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂ વેચવાનો ધંધો કરે છે અને હાથમાં દારૂનો જથ્થો તેના ઘરના ડેલામાં રહેલ પતરાની ઓરડીમાં હોવાની માહિતી આધારે તાત્કાલિક બોપલ પોલીસે બાતમી વાળા મકાનમાં છાપો મારી ઓરડીમાં અને બહાર ગાડીમાંથી ભારતીય બનાવટની પરપાંતીય દારૂની 642 બોટલો અને 289 બિયરના ટીન, ગાડી મળી કુલ રૂ.6,72,730નો મુદ્દામાલ કબ્જે લીધો હતો બોપલ પોલીસની રેડ દરમ્યાન દીપકસિંહ પ્રધ્યુમનસિંહ વાઘેલા ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Social