અમદાવાદના માણેકચોકમાં ચીલ ઝડપ કરનાર ગેંગ પકડાઈ

અમદાવાદ શહેરના માણેકચોક વિસ્તારમાંથી ચાલતા જતા વ્યક્તિના હાથમાં રહેલા રૂ.6.50 લાખ રોકડ ભરેલ થેલીની લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે મુંબઈથી આ ગુનામાં સામેલ 3 ઈસમોની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફહીમ શાહીદ ખાન, સાલેહીન શેખ, અબુ ફઝલ ખાન નામના આરોપી ઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ઓની સાથે સહ આરોપી સુફીયાન કુરેશી, અખ્તરઅલી અંસારી, જાવા, સમીર, અને અખ્તર ઉર્ફે લમ્બુ શેખ દ્વારા ગુનાને અંજામ આપ્યો હતો.

    21 મી માર્ચના રોજ લૂંટના ઈરાદે તેઓ ટ્રેન મારફતે મુંબઈથી અમદાવાદ આવ્યા હતા અને શાહઆલમ દરગાહ ખાતે જિયારત કરી રીક્ષામાં બેસી જામા મસ્જિદ પાસે માણેક ચોકમાં ગયા હતા. જ્યાં ભોગ બનનારને ટાર્ગેટ કરી ભીડનો લાભ લઈને સુફીયાન ઉર્ફે ટીપુ એ પૈસાની થેલી ઝુંટવી હતી અને અન્ય આરોપી ઓની મદદથી ત્યાંથી નીકળી મુંબઈ ભાગી ગયા હતા. ખાડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, આ આરોપીની વધુ તપાસ કરતા ફઈમ ખાન અગાઉ મુંબઈમાં બે આવા જ ગુના કરી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Social