સાણંદના મોડાસર પાસે ઘાસ ચારો ભરીને જતી ટ્રકમાં આગ લાગી
સાણંદ પાસે આવેલા મોડાસર ગામ નજીક હાઇવે પર જતી એક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. ગામના લોકો અને હાઇવે પર જતા ચાલકોએ ફાયર વિભાગને જાણ કરતા 2 ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ટ્રકમાં ભરેલ સૂકો ઘાસ ચારો આગ લાગતા હાઇવે પર વાહન વ્યવહાર થંભી જોવા પામ્યો હતો. સાથે ચાંગોદર પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવતા મોટી જાનહાની ટળી હતી. ટ્રકમાં આગ લાગ્યાની જાણ ચાલકને થતા ટ્રકને રોડની સાઈડમાં લઈ જઈ કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. બનવામાં કોઈને ઇજા ન થતા ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
