રાયપુર મહિપતરામ આશ્રમના પારણામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી

રાયપુરમાં મહિપતરામ આશ્રમની બહાર પારણાંમાં અજાણ્યા વ્યક્તિએ નવજાત બાળકીને મુકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. બાળકી નવજાત હોવાથી આશ્રમમાં લઈને તેને રાખવામાં આવી છે. આ અંગે આશ્રમની ગૃહમાતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
મહિપતરામ આશ્રમમાં ગૃહમાતા મહીપતરામ આશ્રમમાં દ્વારા નિરાધાર બાળકોની સાર સંભાળ રાખવામાં આવે છે. આશ્રમની મેઈન ગેઇટની બહાર એક પારણું બાંધવામાં આવેલું છે જેથી કોઈપણ વ્યક્તિ નિરાધર બાળકોને મૂકી શકે રાત્રીના સમયે આશ્રમની બહાર મુકવા આવેલા પારણાંમા નવજાત બાળકીને મુકીને અજાણી વ્યક્તિ જતી રહી હતી. બીજા દિવસે સવારે જ્યારે આશ્રમની બહાર મુકેલા પારણામાં તપાસ કરીતો એક નવજાત બાળકી મળી આવી હતી. તાત્કાલિક આશ્રમ સંચાલકોએ બાળકીને તેડીને આશ્રમમાં લઇ ગયા. બાદમાં ચાઈલ્ડ વેલફેર કમિટીના નિયમ મુજબ આવા કોઈપણ બાળક કે બાળકી મળે એટલે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેતી હોય છે. મહીપતરામ આશ્રમના ગૃહમાતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Social