24 વર્ષીય યુવતીની સગાઈ થયા બાદ યુવક પક્ષ દ્વારા લગ્નની ના પાડી દેવાતા યુવતીએ ટૂંકાવી જિંદગી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોળી ગામમાં રહેતી 24 વર્ષીય યુવતીની સગાઈ થયા બાદ સાસરિયા પક્ષ દ્વારા લગ્નની ના પાડી દેવાતા લાગી આવતા યુવતીએ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. લગ્નની તારીખ નક્કી થયા બાદ સાસરી પક્ષના લોકો દ્વારા લગ્નની ના પાડી દેવાતા લાગી આવવાથી જિંદગી ટૂંકાવી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બે પાનાની સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામમાં રહેતી અસ્મિતા સોંદરવા નામની 24 વર્ષીય યુવતીની સાહિલ રાઠોડ નામના યુવક સાથે સગાઈ થઈ હતી. બંનેના પરિવાર દ્વારા લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, કોઈ કારણોસર યુવક પક્ષના લોકો દ્વારા લગ્નની ના પાડી દેવાતા અસ્મિતાને લાગી આવતા પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. તેમજ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.અસ્મિતાની આત્મહત્યા બાદ તેમનાં પરિવારજનોને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જે સુસાઈડ નોટ પોલીસને સોંપવામાં આવી છે.કેશોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે. આ બાબતે મૃતક યુવતીના પિતા રમેશભાઈની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social