ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં પણ આગાહી મુજબ વરસાદ પડ્યો હતો, આ કમોસમી વરસાદના લીધે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો,ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હજુપણ સતત 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં અચાનક આવી પહેલા વરસાદથી ગરમીથી આંશિક રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, તાપમાન દિવસે દિવસે 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસની વરસાદ પડ્યો છે. અને આજથી સતત 3 દિવસ કમોસમી વરસાદની મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે વધુમાં કહ્યું કે 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે.

Social