કેનેડામાં માર્ગ અકસ્માતમાં દહેગામના શિયાવાડા ગામના વિદ્યાર્થીનું મોત : રોડ ક્રોસ કરતા સમયે ટ્રકે ટક્કર મારી

      કેનેડામાં બ્રેમટનમાં સર્જાયેલ અકસ્માતમાં દહેગામ તાલુકાના શિયાવાડા ગામના પરિવારના એકના એક પુત્રનું કરુણ મોત નિપજ્યું છે. આ વિદ્યાર્થીથી ધોરણ - 12 પાસ કર્યા પછી નવ મહિના પહેલા જ કેનેડા ગયો હતો. ખુબજ અરમાનો સાથે પોતાના વ્હાલસોયા પુત્રને કેનેડા મોકલ્યાના થોડાક મહિનામાં તેના મોતના સમાચાર આવતા પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો છે. તો સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત પટેલ જયારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રકે ટક્કર મારી હતી.
    આ અંગે મળતી માહિતી અનુસાર મુળ દહેગામના શીયાવડા ગામના રાકેશભાઈ જયંતિ ભાઈ પટેલ અમદાવાદના નરોડામા પરિવાર સાથે રહે છે. તેઓને 19 વર્ષિય મીત નામનો દીકરો છે. પરિવારે  વધુ અભ્યાસ અર્થે મિતને કેનેડાના બ્રેમટન ખાતે અંદાજ 9 મહિના મોકલ્યો હતો. મીત કેનેડામા અભ્યાસ સાથે નોકરી પણ કરતો હતો. જોકે ગઈકાલે વહેલી સવારે મીત કામઅર્થે ઘરેથી નીકળ્યો ત્યારે રોડ ક્રોશ કરતા તેને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ દરમિયાન જોરદાર ટક્કર વાગતા મીત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને પગલે ટૂંકી સારવાર બાદ ત્યાં ફરજ પરના હાજર ડોકટરે મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ એકના એક  દીકરાના વિદેશમા રોડ અકસ્માતમા મોતના થયાના સમાચાર આવતા પટેલ પરિવારમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
Social