અમદાવાદના લાલ દરવાજા પાસે ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ થતા પોલીસે તપાસ ધરી

અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસે એક રીઢા ગુનેગારે પથ્થરના ઘા ઝીંકી ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે સફળ થયો નહોતો અને ત્યાંથી ફરાર થયો હતો. જોકે, બેન્ક ATMના CCTVમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી. આ CCTVની મદદથી પોલીસે ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

    ઘટના અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા સદન બિલ્ડિંગની અંદર યુકો બેન્કના ATMમાં ઘટી હતી. મોડી રાતે આ યુવકે ATMમાં ઘૂસીને ચોરીને અંજામ આપવા ATMની સ્ક્રિન પથ્થર મારીને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે નિષ્ફળ રહ્યો.પોલીસે બેન્કના કર્મચારીઓ સાથે વાત કરીને આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં આરોપીનું નામ સુલેમાન ઉર્ફે ગાંડા શેખ હોવાની વિગત સામે આવી હતી. પકડાયેલ ઈસમ  અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલો હોવાની માહિતી મળી હતી. હાલ પોલીસે ઈસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Social