બોપલ-ઘુમા વિસ્તારનાં નાગરિકોને 3 વર્ષથી અપાતી ટેક્સ છૂટ થઈ બંધ
અમદાવાદનાં બોપલ-ઘુમા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ પુરો લેવાની મહાનગર પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે બોપલ-ઘુમા વિસ્તારમાં નાગરિકોને પુરો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી. ત્યારે હવે બોપલ-ઘુમામાં કરદાતાઓને આ વર્ષે રિબેટનો લાભ નહી મળે.
ત્રણ વર્ષ દરમ્યાન બોપલ-ઘુમાનાં હજારો પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સમા રાહત આપવામાં આવી હતી. જેમાં બોપલ-ઘુમામાં પ્રોપર્ટી ટેક્સમાં 2021-22 માં 75 ટકા વળતર અપાયું હતું. જ્યાપો વર્ષ 2022-23 માં 50 ટકા વળતર જ્યારે 2023-24 માં 25 ટકા વળતર અપાયું હતું.નાણાકીય વર્ષ ર૦ર૧-રરના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭પ ટકા રાહત આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2023-24 માં રપ ટકા વળતર અપાયું હતું. બોપલ-ઘુમાના ૪૦ હજાર જેટલા પ્રોપર્ટી ટેકસધારકોને આ રાહતનો લાભ મળ્યો હતો.આ વિસ્તારના પ્રોપર્ટી ટેક્સધારકો માટેની ખાસ ત્રણ વર્ષની ટેક્સ રિબેટ યોજનાનો નાણાકીય વર્ષ ર૦ર૪-રપમાં અંત આવવાનો છે એટલે કે બીજા અર્થમાં તે નાણાકીય વર્ષથી આ વિસ્તારના નાગરિકોએ મ્યુનિ. કોર્પોરેશનનો પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે.મહાપાલિકાએ વધારાની રકમમાં 2021-22માં 75% વળતર આપવામાં આવશે. જેમાં 2022-23માં 50%, 2023-24માં 25% વળતર અપાશે. તો 2024-25માં ક્ષેત્રફળ મુજબ ટેક્સની નવી પદ્ધતિ લાગુ કરાશે. નગરપાલિકા, પંચાયતની રેકોર્ડ પર નોંધાયેલી મિલકતોને સ્કીમ લાગુ પડશે. બોપલ ઘુમા નગરપાલિકા વિસ્તારમાં AMC દ્વારા 40 હજાર બીલો અપાયા હતા. તા. ૮ ઓક્ટોબર, ર૦રર ઔડાની બેઠક મળી હતી. જેમાં બોપલ-ઘુમાના રહેવાસીઓ પૈકી જે લોકોએ નગરપાલિકા કે ગ્રામ પંચાયતના સમયકાળમાં પાણીનાં જોડાણ માટે રકમ ભરી હોય તેવા લોકોને નર્મદાનું પાણી મેળવવા માટેનાં જોડાણમાં કોઈ રકમ ભરવાની નહીં રહે તેવો નીતિવિષયક નિર્ણય લેવાયો હતો. નગરપાલિકા વખતનાં પાણીનાં જોડાણમાં જે પાઇપલાઈન ખવાઈ ગઈ હશે કે કટાયેલી હશે તે પણ તંત્ર દ્વારા બદલી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવશે.
123