અમદાવાદના ઘંટાકર્ણ માર્કેટમાં આવેલ ATM મશીનમાં ચેડા કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો
રાયપુર નજીક આવેલા ઘંટાકર્ણ માર્કેટમાં આવેલી બે ખાનગી બેંકના ATMમાં ઇદના દિવસે ત્રણ શખ્સોએ ચેડા કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એટીએમની સર્વેલન્સ ટીમના ધ્યાને આવ્યું હતું. જે બાદ બેન્કની ટેકનીકલ ટીમોએ આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેસ ડીસ્પેન્સરીમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાડવામાં આવી છે. આ અંગે બેન્કના સીસીટીવી ફૂટેજના આધારે બેન્ક મેનેજરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુભાષબ્રીજ પાસે રહેતા અને ખાનગી બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા પુનીતભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે,કે ગત 11 એપ્રિલે રાત્રે તેમની ઈ-સર્વેલન્સ ટીમેનો ફોન તેમના આસિસ્ટન્ટ પર કોલ આવ્યો અને કહ્યું કે ન્યુ ક્લોથ ઘંટાકર્ણ માર્કેટમાં લાગેલા એટીએમમાં બે શખ્સો છેલ્લા ઘણા સમયથી અંદર છે અને રૂપિયા નથી ઉપાડી રહ્યા ઉપરાંત એટીએમના કેસ ડીસ્પેન્સરીમાં કશું કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જેથી તાત્કાલિક બેંકના મેનેજરે ઘંટાકર્ણ માર્કેટમાં રહેલા એટીએમ પાસે જઈને તપાસ કરતા બંને શખ્સો મળી આવ્યા નહોતા.ત્યારબાદ ઈ-સર્વેલન્સ ટીમે બે શખ્સોના ફોટા મોકલ્યા હતા. જેના આધારે બેંક મેનેજરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને નિરંજન ઉર્ફે આકાશ સૈની, આયુષ્ય ઉર્ફે રાજા ચૌહાણ તથા રોશન ભદોરિયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
125