અભ્યાસનો તણાવ દૂર કરવા અમદાવાદ DEOનો નવતર પ્રયોગ

   કેટલીક વાર મોબાઈલ એડિક્શન, ઘર કંકાસ સહિતના કારણોસર વિદ્યાર્થીના અભ્યાસ પર અસર પડતી હોય છે. ત્યારે વિદ્યાર્થીના અભ્યાસમાં આ તણાવ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખો પ્રયોગ કર્યો છે. વિદ્યાર્થીઓ પોતાની સંવેદના વ્યક્ત કરી શકે અને અભ્યાસમાં ધ્યાન આપી શકે તે માટે અમદાવાદની 100 શાળામાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

     ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં મોબાઈલ એડિકશન, જંક ફૂડ એડિકશન, અભ્યાસને લઈને તણાવ, માતા પિતાના ઝઘડાને કારણે અભ્યાસ પર પડતી અસરો સહિતના પ્રશ્નોના ઉકેલ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અમદાવાદની 100 જેટલી શાળાઓમાં મૂકવામાં આવેલી સંવેદના પેટી દ્વારા આ વિવિધ મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કર્યો છે. જે માટે 200 જેટલા શિક્ષકોને ખાસ ટ્રેનિંગ આપી વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. સારથી હેલ્પલાઇન દ્વારા તો વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે જ છે, પણ ઘણીવાર વિદ્યાર્થી કોઈને કહી શકતો નથી અને મનમાં ને મનમાં તણાવમાં રહેતો હોય છે. જેથી તેની સીધી અસર તેના અભ્યાસ પર થતી હોય છે. જે માટે જ સંવેદના પેટીનો પ્રયોગ કર્યો છે. સંવેદના પેટીનો આ પ્રયાસ સફળ રહ્યો છે. હાલ 100 શાળાઓમાં આ પ્રયોગથી શરૂઆત કરવામાં આવી છે. જે માટે દરેક શાળામાં એક પુરુષ અને એક મહિલા શિક્ષકને આ મામલે તાલીમ આપવાના આવી છે. સંવેદના પેટીમાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલી મૂંઝવણ મામલે શિક્ષકો તેઓનું કાઉન્સિલીંગ કરે છે. આગામી વર્ષમાં વધુ 150 શાળાઓમાં આ પ્રયોગ કરવામાં આવશે.મહત્વનું છે કે, અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અગાઉ સારથી હેલ્પલાઇન પ્રોજેક્ટ પણ RTE હેથળ અભ્યાસ કરતા બાળકોની મદદ માટે તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થિની પરિક્ષાની મુજવણ પણ સારથી હેલ્પલાઇન દ્વારા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
Social