કૃષ્ણનગરમાં રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજની એક કિલોમીટર લાંબી રેલી
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં 500થી વધુ રાજપૂત સમાજના લોકો દ્વારા એક કિલોમીટર લાંબી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજની 200થી વધુ મહિલાઓ રેલીમાં જોડાઈ હતી. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

