સાણંદ શહેરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિએ ભવ્ય શોભાયાત્રા યોજાશે
સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાણંદ તાલુકા દ્વારા વિશ્વ વિભુતિ મહામાનવ અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની તા.14 એપ્રિલે 133મી જન્મ જયંતિ નિમિત્તે સાણંદ શહેરમાં ભીમ શોભાયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં તડામાર તૈયારીઓ હાથ ધરી છે.
સાણંદ શહેર અને તાલુકાના અલગ અલગ ગામડામાં લોકો આવતી કાલે સવારે 14 એપ્રિલે સવારે 8 કલાકે સાણંદ બસ સ્ટેશન પાસે આવેલ સંવિધાન નિર્માતા, મહામાનવ, વિશ્વવિભૂતિ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ મોટી સંખ્યામાં એકત્રિત થશે અને સૌ લોકોએ ડો.બાબા સાહેબની પ્રતિમાંએ ફૂલહાર અર્પણ કરી ડીજેના તાલ સાથે ભવ્ય ભીમ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શોભાયાત્રા અમદાવાદ હાઇવે પર આવેલ ગઢીયા ચાર રસ્તા થઈ નળ સરોવર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડથી, યશપ્રકાશ ટેનામેન્ટ, ખોડિયાર સોસાયટી, રશ્મિ આંગન, ગ્રીન ફલોરા થઈ મંગલમૂર્તિ થી પરત ડો.બાબાસાહેબની પ્રતિમા શોભાયાત્રા પૂર્ણ થશે. અનુસૂચિત જાતિ સમાજ સાણંદ તાલુકા દ્વારા સુંદર કાર્યક્ર્મને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ક
304