II ॐ भूर्भुव स्वः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो योन प्रचोदयात् II

ચૈત્રી નવરાત્રીની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. આજે ચૈત્રી નવરાત્રીનું પાંચમુ નોરતું. મા શક્તિ અંબા તેમજ અમારા બ્રાહ્મણોના અધિષ્ઠાત્રી દેવી માં ગાયત્રી સૌનું કલ્યાણ કરે. ગાયત્રી મંત્ર વિશે જેટલું લખી શકાય, જેટલું બોલી શકાય તેટલું ઓછું છે. આ મંત્ર ઉપર ઘણી વાર અગાઉ પણ મેં આર્ટીકલ માં લખેલું છે તેમ છતાં હજુ પણ મને એવું થાય કે ગાયત્રી મંત્ર શા માટે આટલો ઉર્જાવાન મંત્ર છે? તેની જાણકારી લોકોને આપવી જોઈએ.ગાયત્રી મંત્રને સીધો સૂર્ય સાથે સંબંધ છે. ઘણા બધા મિત્રો ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે હા, ગાયત્રી મંત્ર સૂર્ય અસ્ત થાય પછી કરી શકાતા નથી. બ્રહ્મ મુહૂર્ત માં જો ગાયત્રી મંત્ર કરવામાં આવે તો તેની એક અલૌકિક ઉર્જા હોય છે. મારો આ મંત્ર માટે પ્રત્યક્ષ અનુભવ છે આ મંત્ર માંથી તરંગો બહાર નીકળતા હોય છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરે તે વ્યક્તિ પણ ઉર્જાવાન થઈ જતા હોય છે. ગાયત્રી મંત્ર નું સૌ પ્રથમ ઉચ્ચારણ આ સમગ્ર સૃષ્ટિના સર્જક શ્રી બ્રહ્મા ના મુખ થી થયું હતું. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેના માટેના શબ્દો અક્ષરો અને તેની પાછળના ગર્ભિત અર્થ આ ગાયત્રી મંત્ર ના આકાશવાણી દ્વારા સંભળાયા હતા. હા આ ગાયત્રી મંત્ર નું ખૂબ જ ગુઢ રહસ્ય છે. કોઈપણ દેવ મંત્ર આધીન હોય છે. કોઈપણ મૂર્તિમાં પ્રાણ ત્યારે જ આવે છે જ્યારે બ્રાહ્મણો એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે. તમે કોઈપણ મૂર્તિને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પહેલા જુઓ અને પછી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી એના દર્શન કરો તમને ખૂબ જ મોટો ફર્ક લાગશે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી ભૂદેવો મૂર્તિની સામે અરીસો રાખતા હોય છે. જેથી કરીને એ અરીસામાં ઉર્જા ઝીલી શકાય અને અરીસો તૂટી જતો હોય છે. આ મંત્રની તાકાત છે મિત્રો. ધીમહિ શબ્દ એટલે ગાયત્રી. દરેક દેવનો ગાયત્રી મંત્ર હોય છે. ગણપતિ ગાયત્રી હોય વિષ્ણુ ગાયત્રી હોય અને શિવ ગાયત્રી પણ હોય છે. ગાયત્રી મંત્ર વેદમાતા ગાયત્રીની ઉપાસના છે. તેથી તેને વેદ મંત્ર પણ કહેવામાં આવે છે. વેદોની ઉત્પત્તિ ગાયત્રી મંત્ર માંથી થઈ છે આથી જ તેને સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર ગણવામાં આવે છે. ગાયત્રી મંત્રનો અનંત મહિમા છે. ગાયત્રી મંત્રના અક્ષર માત્ર અક્ષર જ નથી પણ દેવી-દેવતાઓના સ્મરણ બીજ છે. ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે આ મંત્રમાં મનુષ્યનું જીવન બદલી નાખવાની દિવ્ય શક્તિ રહેલી છે. ગાયત્રી મંત્રના કારણે આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે જે સંસારિક જીવનમાં અને સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. સાહસ સુશ્તી,ચેતન, આશા, દુરદર્શીતા, દિવ્ય બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુરીય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. ગાયત્રી મંત્રના જાપ કર્યાના થોડા જ દિવસમાં તમારી એકાગ્રતા વધશે અને કામમાં ક્રિએટિવિટીમાં પણ વધારો થશે. આ ઉપરાંત તમને આખો દિવસ સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થતી હોય છે ખાસ કરીને મનમાં આવતા આડાઅવળા વિચારોમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. અને તમારી આધ્યાત્મિક વૃત્તિમાં વધારો થાય છે આ ગાયત્રી મંત્ર યત્ર તત્ર સર્વત્ર હૃદયસ્થ છે. વેદમાતા શક્તિને આદિ શક્તિ પણ કહેવામાં આવે છે. આ મંત્ર ના24 અક્ષર ની વ્યાખ્યામાં ચાર વેદ બન્યા છે. ભગવાન શ્રી રામચંદ્ર પણ આ મંત્રના જાપ કરતા હતા જેનો ઉલ્લેખ શ્રી વાલ્મિકી રામાયણમાં આપણને જોવા મળે છે. ગાયત્રીના સાધકને આધ્યાત્મિક તેમજ સાંસારિક સુખોની ક્યારેય ઊણપ રહેતી હોતી નથી. વિદ્યાર્થીઓએ પણ તેમની એકાગ્રતા વધારવા માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અભ્યાસમાં એકાગ્રતા અને જ્ઞાન માટે ગાયત્રી મંત્ર એકદમ ઉત્તમ છે. આ મંત્રનો જાપ કરવાથી અલગ જ પ્રકારની શાંતિ મળે છે આસપાસનું વાતાવરણ એકદમ શાંતિ મળે અને સુખદ થઈ જાય છે. જો સારી રીતે આ મંત્ર ને સમજીને તેનો જાપ કરવામાં આવે તો અનેક ગણું પુણ્ય મળે છે. આ મહામંત્ર બધી જ ઈચ્છા પૂરી કરે છે તેથી જ તેને કામધેનું સમાન ગણવામાં આવે છે. ગાયત્રી મંત્રને ભક્તિ ભાવપૂર્વક સ્મરણ કરવાથી સાધક પુણ્યના ભાગીદાર બને છે જો રોજ સવારે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂર્યનારાયણને જળ ચડાવીને તમે ગાયત્રી મંત્રનો ભાવપૂર્વક સ્પષ્ટતાથી ઉચ્ચારણ કરો તો સર્વે રોગમાંથી મુક્તિ મળતી હોય છે. ગાયત્રી મંત્રના જાપ કરવાથી સાધક પુણ્યના ભાગીદાર બને છે. આ મંત્ર ના સતત મંત્ર જાપ કરવાથી તમારી ત્વચામાં પણ ચમક આવે છે. આંખોમાં તેજ વધે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે ગુસ્સો શાંત થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સતત ધ્યાન ધરી જો ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો આંતરિક શક્તિનો પણ વિકાસ થાય છે. રોજ મંત્ર જાપ કરતી વ્યક્તિનો સ્વભાવ શાંત અને સરળ બનવા લાગે છે. કારણ કે ગાયત્રી મંત્ર ગુપ્ત મંત્ર છે. જે વ્યક્તિ પ્રતિદિન ગાયત્રી મંત્રની ત્રણ માળા કરે છે તેમના પર માતા ગાયત્રીની કૃપા અવશ્ય રહેતી હોય છે. તેના પર કોઈ પણ જાતના આવી પડતા સંકટમાંથી બચાવ થઈ શકે છે અને મા ગાયત્રી નું રક્ષણ સદાય મળતું રહે છે અને સંસારના આધીવ્યાધી ઉપાધિ માંથી મુક્તિ મળે છે. શાળા કોલેજોમાં પણ પ્રાર્થના સમયે ગાયત્રી મંત્ર નું પઠન જરૂર થવું જોઈએ જેનાથી દરેક વિદ્યાર્થીઓને ગાયત્રી મંત્ર સ્મરણનો લાભ મળે. બ્રાહ્મણના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે સૌ પ્રથમ ભગવાન મહાદેવ ખૂબ જ ખુશ થાય છે એમને એમ થાય કે આ બટુક મને જરૂર જળ અર્પણ કરશે અને વેદમાતા ગાયત્રી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે એમને એમ થાય કે આ બ્રાહ્મણ નો દીકરો અચૂક ગાયત્રી મંત્રના જાપ કરશે. ભૂદેવો તો ગાયત્રી મંત્રના જાપ કરતા જ હોય છે અને જો ના કરતા હોય તો કરવા જ જોઈએ. ભૂદેવ ગાયત્રી મંત્ર કરે ત્યારે તે લોકો ત્રિપદા ગાયત્રી કરતા હોય છે જેમાં ત્રણવાર ૐ નો ઉલ્લેખ છે. ગાયત્રી મંત્ર માં 27 પ્રકારની શક્તિઓ રહેલી છે. ગાયત્રી મંત્રનો પ્રમાણ મેળવવા માટે જો વિધિપૂર્વક 24000 ગાયત્રી મંત્રનું લઘુ અનુષ્ઠાન કરવામાં આવે તો પણ સાધકને અચૂક તેનું પ્રમાણ મળતું હોય છે. નવરાત્ આપ સર્વેને હાર્દ બ્રાહ્મણોના અધિષ્ઠાત્રી દેવી માં ગાયત્રી સૌનું કલ્યાણ કરે. ગાયત્રી મંત્ર વિશે જેટલું લખી શકાય જેટલું બોલી શકાય તેટલું ઓછું છે. આમંત્રણ ઉપર ઘણી વાર અગાઉ પણ મેં ડિટેલમાં આર્ટીકલ માં લખેલું છે તેમ છતાં હજુ પણ મને એવું થાય કે ગાયત્રી મંત્ર શા માટે આટલું ઉર્જાવાન મંત્ર છે? ગાયત્રી મંત્રને સીધો સૂર્ય સાથે સંબંધ છે. ઘણા બધા મિત્રો ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે હા ગાયત્રી મંત્ર સૂર્ય અસ્ત થાય પછી કરી શકાતા નથી. બ્રહ્મ મુહૂર્ત માં જો ગાયત્રી મંત્ર કરવામાં આવે તો તેની એક અલૌકિક ઉર્જા હોય છે. મારો આ મંત્ર માટે પ્રત્યક્ષ અનુભવ છે આ મંત્રમાંથી તરંગો બહાર નીકળતા હોય છે.

Social