“વ્યાપારી ની દ્રષ્ટિએ:વ્યાપાર

આ શ્રેણી માં આપણે આગળ જોયું કે વ્યાપાર માં ધીરજ નું મહત્વ કેટલું છે,વ્યાપાર માં થતી ભૂલો ને કેવી રીતે સ્વીકારવી, હવે આજે જોઈશું કે વ્યાપાર માં જાદુ જેવુ કઈ જ હોતું નથી તેમજ આપણે બહાર ના વિચારો ને સ્વીકારવા તૈયાર રેહવું પડશે તેમજ કર્મચારી ને પણ મહત્વ આપવું પડશે જો આપણે વ્યાપાર માં ટકી રેહવું હોય તો.

વ્યાપાર માં જાદુ નું અસ્તિતવ

આપણે જ્યારે કોઈ વ્યાપારી ની સફળતા વિશે જાણીએ ,ત્યારે બસ આપણે એની સફળતા જ જોઈએ છીએ ,પણ એ સ્થાન પર પહોચવા એણે આપેલ સમય, પૈસા,મેહનત ,સતત પ્રયત્નો,એમણે કરેલા રાતો ના ઉજાગરા એ બધુ નથી જોતાં.બસ સફળતા જોઈ ને એમ વિચારીએ કે અમને ય મળી જશે સફળતા ,એમ સફળતા ના મળે એમ ખાલી વિચારો થી જંગ ના જીતી શકાય એના માટે આપણે પણ મેહનત કરવી પડે,ધીરજ થી કામ લેવું પડે,અથાગ પ્રયત્ન કરવા પડે બાકી તો બીજા ની સફળતા જોઈ ને ઈર્ષા કરતાં જ રહી જઈએ.વ્યાપાર કરવો એ કઈ રમત વાત નથી કે આજે રાતે વિચાર્યું કે મને સફળતા મળી જશે અને બીજા દિવસે સફળતા તમારા કદમ માં હોય એવા જાદુ રિયલ લાઇફ માં તો નથી જ થતાં. તેથી તમે તમારા વિચારો પર કામ કરવા નું ચાલુ કરી દો ,બાકી એમ વિચરશો કે કોઈ જાદુ થશે ને તમે સફળ થઈ જશો તો થઈ રહ્યા સફળ.

બીજું એ કે તમે બીજા ના વિચારો ને પણ દિલ થી સ્વીકારો,એના માટે હમેશા કાન,આંખ ખુલ્લા રાખી ને કામ કરો,ઘણા વ્યાપારી ને એવું માનવાની આદત હોય કે એની વ્યાપાર કરવા ની રીત જ બેસ્ટ છે,બીજા કોઈ ને કશું આવડતું જ નથી.એમના કર્મચારી ની વાતો ને તો સાવ નકામી ગણી ને સાંભળતા જ નથી ,આ જ આદત એમની પ્રગતિ રોકે છે અને ઘણી વાર એમને નિષ્ફળતા મળે છે.જ્યારે સફળ થવા માંગતો વ્યાપારી દરેક ના વિચારો ને સરખું માન આપે છે, એમના કર્મચારી ની વાતો ને પણ સાંભળે છે,એમાં થી ય નવું શીખે છે અને બધા જ વિચારો પર પુન:વિચાર કરે છે અને પછી યોગ્ય નિર્ણય લે છે.આના થી બીજો ફાયદો એ પણ થાય કે જો તમે કર્મચારી ની વાતો સાંભળશો તો એમને પણ કામ કરવા નો ઉત્સાહ વધશે અને એ પોતાના વ્યાપાર માટે કામ કરે છે એમ વિચારી ને વધુ સારી રીતે તમારા વ્યાપાર માટે કામ કરશે.પોતાના એક સીમિત કોચલા ની બહાર નીકળી ને લોકો ને સાંભળો,તમારા થી સામા વાળા નો અભિપ્રાય સાચો હોય તો એનો સ્વીકાર કરો સફળતા માટે આ એક અગત્ય નું પગલું છે.

માટે બોસ ઇસ ઓલ્વેજ રાઇટ વાળા નિયમ ને ભૂલી જ જાવ ,એ ક્યારેય તમને સાચી દિશા માં નહીં લઈ જાય.

Social