લિફ્ટમેન
(એક કરુણ કહાની)

મનસુખકાકા ઉંમર માં ૬૦ વટાવી ચુકેલા હતાં.આ ઉંમર પણ તેની કામ કરવાની ક્ષમતા જુસ્સો સતર વર્ષ ના યુવાનને શરમાવે એવી હતો. મનસુખકાકાને તમે ઢળતી ઉંમરે પણ પોતાના કાર્ય પ્રત્યે ની ઈમાનદારી ની ઈમારત કહી શકો. આ વડીલ એક ૪૨ માળ નાં એપાર્ટમેન્ટમાં લિફ્ટમેન તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે.સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખૂબ જ સજાગ અને કુશળતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવે. એપાર્ટમેન્ટ ના તમામ વ્યક્તિઓ ને મનસુખકાકા પર ખૂબ જ સ્નેહ સૌ તેની સાથે સન્માન પૂર્વક નું વર્તન કરે. મારો મિત્ર સંજય આ જ એપાર્ટમેન્ટમાં રહે.એક દિવસ એણે આ લિફ્ટમેન ની કરુણાંતિકા મને સંભળાવી તો મને થયું કે એ વાત હું આપની સાથે અહીંયા શેર કરું.

લિફટમેન મનસુખકાકા ની કરુણ કહાની સંભળાવતા સંજયે મને કહ્યું કે આ વયોવૃદ્ધ વ્યક્તિ પોતાની નોકરી પ્રત્યે સહેજ પણ બેજવાબદાર નથી. સમય સર આવી જ જાય અને ૧૨ કલાક જેટલો સમય બહાર ની દુનિયા થી દૂર થઇ લિફ્ટ માં જ દિવસ પસાર કરતા. એપાર્ટમેન્ટ ના સૌ વ્યક્તિને પ્રથમ મુલાકાત વખતે નમસ્કાર કરવાની મનસુખકાકા ની ટેવ હતી , અને પગાર થયો હોય એવા દિવસો માં ગજવામાં ચોકલેટ જરૂર રાખે ક્યારેક કોઈ બાળક શાળાએ ન જવા માટે જીદ કરે તો મનસુખકાકા ચોકલેટ બાળક ને આપી મનાવી લેતાં અને બાળક સાથે બાળક બની શાળા એ મોકલી દેતા.

સંજયે મને એમની હ્દયદ્રાવક વાત જણાતા કહે છે કે હું દરરોજ સવારે ૯:૧૫ મિનિટે ઘરે થી ઓફિસ જવા માટે લિફ્ટ માં નીચે ઉતરુ. અને જોઉં છું તો હમણાં થોડા દિવસથી લિફ્ટમેન મનસુખકાકા સવારે ૯:૧૫ થી ૯:૨૫ સુધી કોઈ ની સામે જોવે નય કે ઉંચુ મોં કરીને વાત પણ ન કરે અને તેની પાસે રહેલો સાદા મોબાઈલ ફોન માં સમય ને જોયા કરે. નમસ્કાર કહ્યા વગર કોઈ ને જવા ન દેનાર મનસુખકાકા નું આવું વર્તન સંજય ના મનમાં શંકા પેદા કરતું હતું.આવુ લગભગ એક વિક ચાલ્યું. અંતે સાતમા દિવસે સંજયે મનસુખકાકા ને તેમના આ વર્તન વિશે પૂછવા નો પ્રયત્ન કર્યો અને કહ્યું:
કાકા હું છેલ્લા એક વિક થી જોઉં છું કે તમે હમણાં થી સવારે ૯:૧૫ થી લઈ ને ૯:૨૫ સુધી ઉંચુ મોં પણ નથી કરતા કે કોઈ સાથે કશું બોલતા નથી માત્ર મોબાઈલ માં સમય જ જોયા કરો છો શું કોઈ પ્રોબ્લેમ થયો છે કે શું? લિફ્ટમેન મનસુખકાકા ના હ્દય ને ટાઢક વળી અને થયું હાશ… કોઈ તો મળ્યું કે જેના ખભે હું માથું મૂકી મારા કાળજા ને કંપાવનારી વાત કહી મારું હૃદય હળવું કરી શકું. મનસુખકાકા ગળ ગળા અવાજે કરુણાંતિકા શરૂ કરી અને કહ્યું કે મારી એક ની એક દિકરી ના મેં લગભગ ૧૪ માસ પહેલા જ લગ્ન કર્યા પણ….
આટલું બોલે ત્યાં સંજયે વચ્ચે પૂછ્યું કે શું તેને સાસરીયે કોઈ કષ્ટ છે? લિફ્ટમેન મનસુખકાકા એ આંખ માં આવેલા આંસુ ને પાંપણ ના ખૂણે દબાવી ને તળપદી ભાષા માં કહ્યું: ‘ અસ્ત્રી ની જાતને તો દુઃખ અને દરદ તો એના પાલવ ના છેડે બાંધેલા હોય છે અને કુદરત માથે પડેલું દરદ ઝિરવવુ જ પડે એમાં કાંઈ નવું નથ પણ અહીં વાત એ સમજવા ની છે સાહેબ કે કુદરતે આપેલા દર્દ જીરવી જવાય પણ કુદરત ના બનાવેલા આ માણાહ કે જેને આપણા પોતાના ગણ્યા હોય એ જાત જ્યારે દરદ આપે સે ને ત્યારે થાકી ને હારી જવાય છે.
આટલું બોલતા ની સાથે જ મનસુખકાકા ધૃસકે ધૃસકે રહી પડયા.
મિત્ર સંજયે શાંત પાડતા કહ્યું અરે કાકા એમ કાંઈ થોડી હિંમત હારી જવાય અને પુરુષ ની જાત ને આમ જાહેર માં થોડું કાંઈ રડવા નું હોય માંડી ને વાત કરો ખરેખર શું તકલીફ છે આજે ભલે મારે ઓફિસે જવાનું થોડું થતું હોય તમે મને કહો.

ખિસ્સા માંથી ગોટો વળી ગયેલા રુમાલ કાઢી આંખો લૂછી વાત આગળ ચાલી મનસુખકાકા એ કહ્યું ૧૪ મહીના પહેલાં મેં મારી લાડકવાયી દીકરી ને હસતા મોઢે સાસરિયે વળાવી.થોડા દિવસ બધુ સારું ચાલ્યું અને પછી મને જેની ભિતર મા ભેં હતી એ જ થયું, સાસુ એ સાસુ વાળી ચાલુ કરી અને સસરા એ સસરા વાળી અને એનો દીકરો અને મારો જમાઈ પણ માવડીયો બની ગયો હોય તેમ એની મા જેમ કહે એમ જ કરે અને એટલું જ કરે. હમણાં થોડા દિવસ પહેલા જ કુદરતે કૃરતા વરસાવી ને મારી દિકરી ની પ્રથમ કસુવાવડ થઈ નાનપણ માં જ માતા ની છત્રછાયા ગુમાવી ચૂકેલી મારી આ દિકરી અત્યારે નોંધારી બની છે સાહેબ…….

બાપ ના હ્દય ની વેદના મનસુખકાકા ની આંખોમાં અને આવાજ માં સ્પષ્ટ અનુભવી શકતી હતી.સંજયે કહ્યું કાકા એવું હોય તો આ ફોન થી દિકરી સાથે વાત કરી લ્યો ખબર અંતર પૂછી લ્યો એટલે ચિંતા અને હ્દય બને હળવું થય જાય…..
સાહેબ એ જતો શક્ય નથી થતું , એ જ તો મોટી મુસીબત છે કે હું મારી જ સગ્ગી દીકરી સાથે આવા સમયે વાતચીત નથી કરી શકતો તેના ખબર નથી પૂછી શકતો માં ના સ્નેહ વ્હાલ વગર એને મેં કેમ મોટી કરી એ મારું મન જાણે છે અત્યારે એના પર શું વીતતી હશે અને એ હું અનુભવી શકું પણ શું કરું મજબુર છું ઈશ્વર આવી મજબુરી કોઈ ને ન આપે ……

( એવી તો વળી શું મજબુરી હશે મનસુખકાકા ની કે સગી દિકરી સાથે વાત નથી કરી શકતા….. વઘુ આવતા અંકે)

Social